Song : Thai Jashe Title
Singer : Parthiv Gohil
Lyricist : Milind Gadhvi
Movie : Thai Jashe
ક્યાંક જો કોઈ ઈશ્વર હશે..
એને મારી ફિકર તો થશે..
ક્યાંક તો હશે નવમી દિશા..
જ્યાં મારી ડગર લઈ જશે..
આંખો તો રાતોની રાતો જાગ્યા કરે
સપનાં છે કે થપ્પો દઈને ભાગ્યા કરે (2)
કદી આંસુના તોરણ થશે..
કોઈ સારાં શુકન થઈ જશે રે..
થઇ જશે રે..(2)
સુગંધો અજાણી વહે, અધૂરી કહાણી કહે
ભલે રાત કાળી હશે, સવારો ઉજાળી જશે
કોઈ ભલે કાયમ નથી..
હાં ગમ નથી પડછાયો તો છે સાથમાં
આંખો તો રાતોની રાતો જાગ્યા કરે
સપનાં છે કે થપ્પો દઈને ભાગ્યા કરે..(2)
કદી આંસુના તોરણ થશે
કોઈ સારાં શુકન થઈ જશે રે..
થઇ જશે રે..(2)
બધી બાજુ છલના હવે રે
જવું તો જવું ક્યાં હવે રે..(2)
પુકાર કોણ સાંભળે, પડઘાઓ પાછા વળે
એકતારા…તૂટી ગયા
સંબંધો છૂટી ગયા..
ખખડી રહ્યું…ખાલીપણું
ડંખી રહ્યું માણસપણું
નાવડી કિનારે જઈ ડૂબશે..
શું ઈશ્વર ફરી રૂઠશે!
મારા સપનાનું ઘર તૂટશે..