Song Mehndi Te Vavi Malvene
Music Composer: Avinash Vyas
Singer: Lata Mangeshkar
મહેંદી તે વાવી માલવેને
એનો રંગ ગયો ગુજરાત રે,
મહેંદી રંગ લાગીયો
નાનો દિયરિયો… લાડકો ને
નાનો દિયરિયો… લાડકો ને
કઈ લાવિયો મહેંદી ના છોડ રે,
મહેંદી રંગ લાગીયો રે
નાનો દિયરિયો… લાડકો ને
નાનો દિયરિયો… લાડકો ને
કઈ લાવિયો મહેંદી ના છોડ રે,
મહેંદી તે વાવી માલવેને
એનો રંગ ગયો ગુજરાત રે,
મહેંદી રંગ લાગીયો
વાટી ઘૂંટી ને ભર્યો…. વાટકો ને
વાટી ઘૂંટી ને ભર્યો…. વાટકો ને
ભાભી રંગો તમારા હાથ રે,
મહેંદી રંગ લાગીયો રે.
એ લાંબો ડાગલો મૂછો વાંકળી
શિરે પાઘડી રાતી,
અરે લાંબો ડાગલો મૂછો વાંકળી
શિરે પાઘડી રાતી,
અરે બોલ બોલ તો થોડી થોડી
છેલ છબીલો ગુજરાતી,
અરે તન છોટુ પણ,
અરે તન છોટુ પણ મન મોટું છે
ખમીરવંત જતી,
અરે ભલે લાગતો ભોળો
હું છેલ છબીલો ગુજરાતી,
ભાઈ છેલ છબીલો ગુજરાતી
જી રે ભાઈ છેલ છબીલો ગુજરાતી
મહેંદી તે વાવી માલવેને
એનો રંગ ગયો ગુજરાત રે,
મહેંદી રંગ લાગીયો
મહેંદી તે વાવી માલવેને
એનો રંગ ગયો ગુજરાત રે,
મહેંદી રંગ લાગીયો
હાથ રંગીને વીરા…. શું રે કરું એ
હાથ રંગીને વીરા શું … રે કરું
એ નો જોનારો પરદેશ રે
મહેંદી રંગ લાગીયો રે
હાથ રંગીને વીરા…. શું રે કરું એ
હાથ રંગીને વીરા શું … રે કરું
એ નો જોનારો પરદેશ રે
મહેંદી રંગ લાગીયો રે
મહેંદી તે વાવી માલવેને
એનો રંગ ગયો ગુજરાત રે,
મહેંદી રંગ લાગીયો